Slide Sign up Register with us @ ₹299/- for Employer only For more information click here
0

આપણે વાત કરી રહ્યા છીએ એવી મહિલાઓની જેમણે પોતાના શોખ અને સોશિયલ મીડિયાના સંયોગથી કઈક નવું કરવાની હિમત કરી અથવા તો પોતાની આવડતથી પોતાની જ એક ઓળખ ઉભી કરી. હવે તો મહિલાઓ ધારે તે કરી જ શકે છે બસ તેનામાં કઈ કરવાની તમન્ના અને ઇચ્છાશક્તિ હોવા જોઈએ. આજે તમે ઇન્સ્તાગ્રામ પર અનેક મહિલાઓને ડાન્સ રજુ કરતા જોતા જ હશો. સ્ત્રીઓને આવડતી દરેક કળા ઓનલાઈન રજુ કરવાની ઉતમ તક દરેક મહિલાને મળી રહી છે. તમે કોઇપણ તમારી આવડત શોખથી અને કામથી બન્ને રીતે રજુ કરી શકો છો. ઘણી મહિલાઓ કથક અને ભરતનાટયમ પણ શીખડાવે છે. ભરતગૂંથણ હોય કે રેસીપી હોય, ઘર ડેકોરેશનની વસ્તુ હોય કે મેકઅપ ટીપ્સ હોય, ઘર અને કિચન સાચવવાની સલાહ હોય કે બાળકોની દેખરેખ રાખવાની ટીપ્સ હોય, સબંધોના તાણાવાણા હોય કે પતિપત્નીની નોક જોક, આજકાલ બધું એટલે બધું જ ઓન્લીમ વેચાઈ રહ્યું છે અને તેની સૌથી મોટી ઉપલબ્ધી એ છે કે આ કામમાં વધુ ફાળો મહિલાઓનો છે કારણકે એક મોબાઈલ અને ઈન્ટરનેટ, તેમની પાસે હોય તો તમારી આવડતની દુનિયા તમારા હાથમાં જે વિશ્વ સમક્ષ મૂકી શકો છો. આજે દરેક માટે અનેક તક છે એટલે તકના અભાવની ફરિયાદ કરી ન શકો. તમારી ઉમર કોઇપણ હોય તમે તેની ફરિયાદ પણ કરી શકો કારણ કે હવે તો ઘણા દાદી માત્ર ભણાવતા નથી પણ ડાન્સ અને પૌત્ર સાથે જોડી જમાવીને પૈસા પણ કમાઈ રહય છે. સાઉથના એક દાદી માત્ર પોતાના ગામડા વિષે અનેક વિડીયો બનાવી મુકે છે અને આજે તેમના એક લાખ ફોલોઅર છે જેથી તેઓ પણ સેલિબ્રીટી બની ગયા છે. ઘણી મહિલાઓ માત્ર જ્ઞાન જ નથી આપતી પણ ઘણી વસ્તુઓનું વેચાણ કરીને પોતાના શોખ પુરા કરે છે અથવા પરિવારને મદદરૂપ પણ બને છે. વાત એટલી જ છે કે મહિલાઓ માટે ખુબ વિશાલ ગગન ઉડવા માટે ઉઘડી ગયું છે, શરમ અને ભય રાખ્યા વગર તમારી આવડત, કળા , કુશળતા અથવા શોખને પૈસા કમાવવાનું સાધન બનાવી શકો છો. બીજા કરે છે એટલે કઈ ન કરતા પરંતુ તમારે તમારી જાતને સફળ બનાવવી છે એટલે જે ગમે તે કામ કરજો. દેખાદેખી અને અન્ય માટે કોઈ કામ કરશો તો સફળતા અને સંતોષ મળવાની શક્યતાઓ ઘટી જાય છે જયારે તમારી માટે જ કામ કરશો અને તમારી અંદર ની શક્તિઓને ઉજાગર કરવા માટે જ કઈ પણ કરશો એટલે સંતોષ અને સફળતા પહેલેથી મળી જશે.
સ્ત્રીને ૬૪ કળા આવડતી જ હોય તેવું કહેવાય છે અને સ્ત્રીઓની કળાને જોવાવાળા પણ મળી જાય તેવું બધા માને છે પરંતુ જો તમે દિલથી કઈ મેળવવા માટે આગળ નહી આવો તો બીજાની મદદ પણ નકામી જશે. આ વર્ષથી શોધો તમને શું ગમે અને તે ગમતું કામ વિશ્વ સમક્ષ વ્યવસાયના રૂપ માં કેવી રીતે મુકશો.